Template:Tracking

મોટાભાગની મોટી વેબસાઇટ્સ તેમના મુલાકાતીઓની વર્તણૂકને ટ્રેક કરે છે અને તે પછી તે માહિતીને અન્ય કંપનીઓને વેચે છે અથવા પ્રદાન કરે છે. આ માહિતીનો ઉપયોગ તમારા માટે ખાસ લક્ષિત જાહેરાતો, ઉત્પાદનો અથવા સેવાઓ બતાવવા માટે થઈ શકે છે. Firefoxમાં ટ્રેક ન કરો સુવિધા છે જે તમને મુલાકાત લેતી દરેક વેબસાઇટ, તેમના જાહેરાતકર્તાઓ અને અન્ય સામગ્રી પ્રદાતાઓને કહેવા દે છે કે તમે તમારા બ્રાઉઝિંગ વર્તનને ટ્રedક કરવા માંગતા નથી.

આ સેટિંગને માન આપવું એ સ્વૈચ્છિક છે - વ્યક્તિગત વેબસાઇટ્સનો આદર કરવો જરૂરી નથી. વેબસાઇટ્સ કે જે આ સેટિંગનું સન્માન કરે છે, તેઓએ તમારી આગળથી કોઈ પગલા લીધા વિના આપની વર્તણૂકને ટ્રેક કરવાનું બંધ કરવું જોઈએ. આ સુવિધાને ચાલુ કરવાથી વેબસાઇટ્સ પર પ્રવેશ કરવાની તમારી ક્ષમતાને અસર થશે નહીં અથવા Firefoxને તમારી ખાનગી માહિતી, જેમ કે શોપિંગ ગાડીઓની સામગ્રી, સ્થાનની માહિતી અથવા પ્રવેશ માહિતી ભૂલી જવાનું કારણ બનશે નહીં.

નૉૅધ: જો તમારી પાસે ટ્રેક ન કરો વિકલ્પ સક્રિય હોય તો તમે વેબસાઇટ્સ પર ઓછી સંબંધિત જાહેરાત જોઈ શકો છો.

These fine people helped write this article:

Illustration of hands

Volunteer

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

Learn More